જીવનમાંથી તો જ્યાં તમારી રવાનગીએ, દિલને દર્દની દુનિયા દીધી
એક નજર તો દઈ જાતી હતી, જીવન જિંદગીને, ધારા આંસુની એને મળી
તડપીને પ્રેમમાં એકતા અનુભવી, રવાનગીએ ઠેસ તો મોટી પહોંચાડી
ચાંદ ને વાદળની રમત તો રમી, અમાસની રાત તો શાને ધરી દીધી
મળતાં હતાં તો ભલે ખંડિત દર્શન, હૈયે પૂનમની તો આશ હતી
જગે જોયાં આંસુઓ તો ભલે, દિલના ભાવો ના એ સમજી શકી
કહ્યો કંઈકે મિથ્યા મોહ તો એને, પ્યારની દુનિયામાં ના એ પ્રવેશી શકી
હતી ગણતરી એની અનોખી, દુનિયાની રીતોથી રીત હતી એની જુદી
દર્દ બની ગયો સહારો જીવનમાં, ના એમાં જીવી શકી, ના એને છોડી શકી
રવાનગી તમારી, યાદોની દુનિયા દઈ ગઈ, સુખચેન જીવનના તો એ બની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)