સિતમગર પાસેથી પણ પ્યાર મળ્યો, પ્યાર દિલ પર સિતમ ગુજારતો રહ્યો
ખ્વાબમાંથી પણ દૃષ્ટિ નવી મળી, દૃષ્ટિએ દૃષ્ટિએ ખ્વાબ રચતો રહ્યો
સમય પાછળ જીવનમાં તો ખૂબ દોડયો, સમય આગળ ને આગળ દોડતો ગયો
કરી અવગણના જીવનમાં જ્યાં સમયની, ત્યાં સમય તો પાછળ રહી ગયો
દૃષ્ટિએ દૃષ્ટિ રહી ગઈ કુંવારી, દૃષ્ટિને જીવનમાં દર્શનનો લહાવો ના મળ્યો
સમજ વિનાની સમજ ભરતો ગયો, આવતાં સમજ, સમજનો ભાંડો ફૂટી ગયો
પ્રેમ શું છે જીવનમાં ના સમજ્યો, જીવનમાં અચાનક પ્રેમમાં તોય પડી ગયો
મન મળ્યાં ને પ્યાર તો ના મળ્યો, આ નાતો નિભાવવો મુશ્કેલ બન્યો
ધનના ઢગલા પાછળ જ્યાં પ્યાર ઢળ્યો, જીવનમાં પ્યાર ત્યાં કલંકિત બન્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)