અંતરમાં છે શું દુશ્મનો ઓછા, જગ સાથે વ્હોરે છે શાને દુશ્મની
જીતી નથી તારી જાતને જગમાં, જગને જીતવાની આશા હૈયે શાને ભરી
પીંછાં વિના મોર શોભે નહીં, શોભશે નહીં જીવન, સદ્ગુણો વિનાની બનાવી
અર્થ વિનાનો વહાવી પ્રવાહ વાણીનો, એવી વાણીની ધારા શા કામની
ચતુરાઈ કરે જીવનમાં જો દુશ્મનો ઊભા, એવી ચતુરાઈ તો શા કામની
જે આશાઓ જીવનમાં ફળવાની નથી, એવી આશાઓ જીવનમાં શા કામની
દુઃખદર્દને નથી કાંઈ છેટું, એક આવ્યું, જોશે ના બીજું રાહ આવવાની
પડયો નથી અંતરના દુશ્મનો સામે લડવામાં, જગ સાથે દુશ્મની તો શા કામની
અંતરમાં તો ઊઠતાં તોફાનો તો, જીવનમાં તને તો એ હચમચાવી જવાની
સુખને નથી કાંઈ દુશ્મની તુજથી, છે જરૂર એને આવકારવાની રીત જાણવાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)