એ દૂરના દૂર તો રહી ગયા, દિલથી એ દૂરના દૂર રહી ગયા
બની ના શક્યા જીવનમાં જે મારા, દિલથી દૂરના દૂર એ રહી ગયા
કરી ના શક્યા દિલ ખાલી જ્યાં એકબીજાનાં, દૂરના દૂર એ રહી ગયા
નજરથી નજર છુપાવતા રહ્યા, ના નજર મેળવી શક્યા, દૂરના દૂર એ રહી ગયા
ખુલ્લા દિલથી એકબીજાને જ્યાં ના આવકારી શક્યા, દૂરના દૂર એ રહી ગયા
દૂરના પોતાના બન્યા, પોતાના પોતાના ના રહ્યા, દૂરના દૂર એ રહી ગયા
કતરાતી નજરથી જ્યાં એકબીજાને નીરખતા રહ્યા, દૂરના દૂર એ રહી ગયા
એકબીજાના સ્વાર્થ જીવનમાં જ્યાં ટકરાતા રહ્યા, દૂરના દૂર એ રહી ગયા
જીવનમાં જ્યાં એકબીજાને જ્યાં સમજી ના શક્યા, દૂરના દૂર એ રહી ગયા
એકબીજા જ્યાં વેરની ભાવના હૈયેથી હટાવી ના શક્યા, દૂરના દૂર એ રહી ગયા
એકબીજા જ્યાં એકબીજાને શંકાની નજરથી જોતા રહ્યા, દૂરના દૂર એ રહી ગયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)