ભૂલી જા, ભૂલી જા, ભૂલી જા, ભૂલી જા જીવનમાં તું ભૂલી જા
ભૂલી જા આ દુનિયાને, આવશે યાદ જો એની, જાગશે એની રે માયા
કર યાદ તું તારી ફરજ, જઈશ ચૂકી જો એ, આવશે પસ્તાવાની પાળી ત્યાં
કરું કરું ને ભૂલી જાઉં, આવે જ્યાં યાદ બીજી, કરવાનું ચૂકી જાઉં એમાં
યાદ ભુલાવે યાદોને, આવતાં યાદ બીજી જાતો ના ભૂલી પ્રભુને એમાં
કરી કરી યાદ માયાની જીવનમાં, જાતો ના ભૂલી ખુલ્લા દિલનું હાસ્ય એમાં
પ્રેમને જગમાં જાતો ના ભૂલી, પ્રેમમાં ખુદને તો ભૂલી જાશે તું એમાં
દુઃખદર્દ નથી ભૂલી ગયો જીવનનાં, ભૂલી ગયો પ્રભુને શાને તું એમાં
ભૂલીને અસ્તિત્વ તો તારું, કર ઊભું અસ્તિત્વ પ્રભુનું તો તુજમાં
જ્યાં જઈ ભૂલી બધું, થઈશ એક પ્રભુમાં, જઈશ બની પ્રભુ તું એમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)