ચડયો જીવનમાં તને કોઈ વાતનો નશો, ભાન એમાં તારું તું ભૂલશે
નશો તો ચડશે ને ઊતરશે જીવનમાં, હતો એવો ને એવો રહી જાશે
ચડશે વિચારોના નશા, ખેંચી જાશે તને, ક્યાં ને ક્યાં તને ખેંચી જાશે
ચડયો પ્રેમનો નશો, ડૂબી જાશે એમાં, ભાન તારું એમાં તો ભૂલી જાશે
વાતોનો નશો ચડશે જો જીવનમાં, સમય જાશે ક્યાં એમાં એ ભૂલી જાશે
ચડયા જો કોઈ નયનોના નશા, એ નયનો વિના ના આરામ મળશે
ચડયા ધરમના નશા જ્યાં જીવનમાં, આચરણની સમજ વિના ના ઊતરશે
ચડશે પ્રભુભક્તિનો નશો એવો, ઉતાર્યો ના ઊતરશે, જીવન સફળ થઈ જાશે
ચડયો માયાનો નશો જીવનમાં જ્યાં, ના જલદી ઊતરશે, ના સાચું સમજવા દેશે
ચડયો સત્તાનો નશો જો જીવનમાં, ના ઊતરશે, અભિમાનમાં ડુબાડશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)