ઉઠતાં રહ્યાં છે તોફાનો શું હૈયામાં કે જીવનમાં, શું અંદર કે શું બહાર
નથી ઊઠયા અમસ્થા એ તો, રહ્યા જીવનમાં તો જ્યાં બેદરકાર
કરી કોશિશો જાણવા તો જગને, રહ્યો શાને દિલને જાણવામાં બેદરકાર
તપાસવા નીકળ્યો જ્યાં અન્યનું દિલ, દિલ તપાસ્યું તારું તો કેટલી વાર
દુઃખદર્દમાં ડૂબ્યો રહી જીવનમાં, છવાયો એ દિલમાં તારા તો અંધકાર
રહી છે ફરતી ને ફરતી નજર તારી બહાર, ઉતાર હવે એને અંદર તો એક વાર
જીવનમાં તો કરવા પડશે સામના, અંદરના ને બહારના તો પ્રતિકાર
રહેવું પડશે તૈયાર તો જીવનમાં, ઝીલવાને પ્રભુપ્રેમ, વહાવે છે બેસુમાર
તોફાનો રહે જીવનમાં જો જાગતાં, રહેજે તૈયાર કરતા જીવનમાં તો ફેરફાર
જીવન જીવ્યા જે પ્રભુના વિશ્વાસે, દેશે પ્રભુ બધું એને, છે એ તો દિલદાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)