અણમોલ તો ક્ષણ એ માડી જીવનમાં આવશે તો ક્યારે
તારી ને મારી વચ્ચેના તો પડદા, જીવનમાં તો હટશે જ્યારે
કરતાં કરતાં તો વાતો આપણે આપણી, ધરાશું નહીં તો ત્યારે
દર્દે દર્દે તો દીવાનો બની તો રહ્યો, સાચવતી આવી માડી મને ત્યારે
સામે બેસી તારી, જ્યાં ખોલીશ દિલ તો મારું તો જ્યારે
દુઃખદર્દનાં તોફાનોમાં પણ રાખશે સ્થિરતા હૈયું તો જ્યારે
મારા હૈયાની વાતો સાંભળતાં જાગશે ઉત્સુકતા હૈયામાં તારા ક્યારે
કહ્યા વિના પણ આંસુઓ તો, કહી જાશે વાતો બધી મારી જ્યારે
તારાં દર્શનની સામે, ધનદોલત, બની જાશે ક્ષુલ્લક તો જ્યારે
મારું કેંદ્ર રહેશે તું તો જ્યારે, બનીશ કેંદ્ર તારું હું તો ક્યારે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)