શું શું શું શું હવે કરે છે શું
બની ગઈ છે જવાની જ્યાં દીવાની, જવાનીને હવે શોધે છે શું
પ્રેમનાં પ્રાંગણમાં મૂકી છે દોટ એને, રોકીને તું, હવે કરશે તો શું
દીવાનો બની દોડયો એમાં, અફસોસ હવે કરીને, વળશે તારું શું
જાળવીને કર્યો ના ઉપયોગ સાચો, ગુમાવીને રડીને હવે કરશે શું
જવાનીના તોરમાં કરી અવગણના વાસ્તવિકતાની, થાતું નથી સહન હવે શું
પડયો બોલ ઝીલ્યો જવાનીનો, થયું આગમન બુઢાપાનું, હવે તેનું શું
જવાનીએ મનને જે બહેકાવ્યું, બુઢાપો સાન ઠેકાણે લાવશે એનું શું
શક્તિ વેડફી શક્તિહીન થઈ બેઠો જીવનમાં, વિચાર હવે એનું શું
થયો દુઃખી જીવનમાં તારાં કૃત્યોથી, દઈ ગાળ હવે વળશે શું
ઘોડો ભાગી ગયો છે તબેલામાંથી, હવે તાળું લગાવી એને કરશે શું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)