છબરડાઓ કરી કરી જીવનમાં, વાતાવરણ જિંદગીનું તો ચૂંથી નાખ્યું
કરી શક્તિનો ઉપયોગ સાચો, મારી ઘા કિસ્મત ઉપર, કેમ ના બદલી નાખ્યું
હતી જો સરફરોશી તમન્ના દિલમાં, અવગુણોને કેમ ના જલાવી નાખ્યું
આદતોએ દાટ વાળ્યો જીવનમાં તારા, એના મૂળને કેમ ના ઉખેડી નાખ્યું
હર કોશિશોમાં લખાયેલી નથી કામિયાબી, ધીરજને હૈયામાંથી કેમ હણી નાખ્યું
ખુશીના અંદાજથી જીવ્યો જીવન, દુઃખના મૂળને ના કેમ ઉખેડી નાખ્યું
શંકાઓ ને શંકાઓ ભરી દિલમાં, જીવનમાં લડતના મુખને કેમ બદલી નાખ્યું
જિંદગી મળેલી કોઈ સખાતન નથી, બગાવતમાં શાને એને તો ફેરવી નાખ્યું
સમર્થ શક્તિના સેવક બનીને, શાને જીવનમાં લાચારીમાં એને ફેરવી નાખ્યું
પહોંચ્યો નથી મંઝિલે જીવનમાં જ્યાં, યત્નોનું દ્વાર શાને બંધ કરી નાખ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)