માટીમાં તો માટી જાશે મળી, પાણીમાં તો જાશે પાણી તો ભળી
રે માનવહૈયા, જગમાં શાને તું અન્યના હૈયા સાથે શકતો નથી ભળી
હૈયે હૈયું જાય જ્યાં, અન્યના હૈયામાં જ્યાં ભળી, યાદગાર જાય એમાં એ બની
હૈયું રાધાનું ગયું જ્યાં શ્યામ ભળી, યાદ એની તો ત્યાં ચિરંજીવ બની
ભળ્યું રાધાનું હૈયું જ્યાં શ્યામમાં, કર્યાં યાદ એને જગે શ્યામની શક્તિ ગણી
ભળ્યું હૈયું સીતાનું જ્યાં રામમાં, રહ્યા અને બન્યા એ તો રામની શક્તિ બની
શ્યામની આગળ રહ્યાં રાધા એની સાથમાં શક્તિ વિનાના શ્યામ રહ્યા નથી
ભળ્યા ભક્તો તો જે જે પ્રભુમાં, ગાથા જગમાં તો એની અમર બની
ભક્તો વિના પ્રભુને ના ગમે, યાદ રહે કરતા પ્રભુ ભક્તોને હરઘડી
ભળ્યા તો જે જે પ્રભુમાં, એના પ્યારમાં તો ગયા પ્રભુ પોતાને ભૂલી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)