ભલે વિધાતાના લેખ ના વાંચી શક્યો, ભલે ના તો એને સમજી શક્યો
અરે ઓ વિધાતાના ઘડનારા, જાણનારા, જાણીને પણ તું ચૂપ કેમ રહ્યો
મૂંગા મૂંગા સિતમને એનો સહી લીધો, અણસાર તારા તરફથી ના મળ્યો
અટકાવી ના શક્યા જ્યારે કર્મોને, વિધાતાએ કરી ભેગાં એને લેખ એનો લખ્યો
કદી પ્રેમથી હાથ એમાં તો ફેરવ્યો, કદી શિક્ષાનો કોરડો એમાં ઉગામ્યો
કારણો ને કારણો ગોત્યાં એનાં, કદી પડછાયો કારણોનો પણ ના મળ્યો
જાણી ના શક્તિ કર્મોની, કર્યાં કર્મો, વિધાતા કોપ શાને તેં આવો કાઢયો
કરી ગૂંથણી ભાગ્યની એવી એણે, મનને એમાં ને એમાં મૂંઝવતો રહ્યો
કદી મીઠા પ્રેમની બંસરી વગાડી એમાં, કદી રણશિંગાનો પવન એમાં ફૂંક્યો
કદી ગાયાં મીઠાં હાલરડાં એમાં, કદી રાત રાતના એમાં ભર્યાં ઉજાગરાઓ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)