જવાનીનો તો તોર, જવાની સાથે તો ચાલ્યો જાશે ને જાશે
જીવનમાં તો તારા, હાથનાં કર્યાં તો તારા, હૈયે એ તો વાગશે
અજવાળાં જીવનમાં ના કાયમ રહેશે, રાત એની તો પડશે ને પડશે
પ્રેમના સાગર તો કાંઈ સુકાયા નથી જ્યાં, ધારા પ્રેમની વહેશે ને વહેશે
મારશો થપ્પડ અન્યને, દુઃખ એને થાશે, મુખ તમારું તો બગડશે
દેશો ગાળ જો અન્યને, હાથને તમારા વાગશે તો થોડું, વાગશે ને વાગશે
દિલનાં દ્વાર બંધ કરીને તારાં, ભાવો તારા અંદર ઘૂંટાઈ જાશે
લાલસા હૈયેથી જો ના હટશે, જગમાં તને તો એ નચાવશે ને નચાવશે
અન્યની હોડીમાં જોઈને ભરાયેલાં પાણી જોયા કરવાથી ના વળશે
તારી હોડીમાં ભરાયેલાં તો પાણી, તારે ને તારે ઉલેચવાં પડશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)