એ તો થયું, જોયું ને થયું, જીવનમાં જે ના હતું વિચાર્યું
ગણું એને ખેલ તકદીરના કે જીવનમાં, પાસું ભાગ્યનું બદલાયું
રહ્યા નાખતા પાસા જીવનમાં, નાવને કિનારે તો એ ના લાવ્યું
માગી માગી ના મળ્યું, થાક્યા ખોળામાં આવી એ તો પડયું
રાહ ચૂક્યો ના હતો મંઝિલની, વાદળું ધુમ્મસનું તો આજ વિખરાયું
સુકાયો હતો ઉમંગનો પ્રવાહ, ઉમંગથી હૈયું તો જીવનમાં આજ ઊભરાયું
દૂર થઈ દીનતા જીવનમાં, હૈયામાં તેજનું કિરણ તો જ્યાં પથરાયું
પ્રગટયા રાહે રાહે ત્યાં દીપકો, રાહમાં ત્યાં તો અજવાળું પથરાયું
મૂરઝાઈ ગયેલું કમળ હૈયાનું, જીવનમાં તો આજ ફરી ખીલી ઊઠયું
થયાં દૂર શંકાનાં તોફાનો, જ્યાં આતમ સૂરજનું તો તેજ પથરાયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)