શું કરવો જીવનમાં એવા પ્યારને, જે પ્યારમાં સચ્ચાઈ નથી
અણી સમયે જે સરકી જાયે, જીવનને જે હૂંફ દઈ શકતો નથી
જીવનમાં બસ માગ માગ રહે કરતો, દેવાને જે તૈયાર નથી
દઈ ક્ષણ બે ક્ષણનો છાંયડો, જાય એ સરકી, એવા પ્યારનું કામ નથી
જે પ્યાર જીવનને તેજ ના આપી જાય, એવા પ્યારનું કામ નથી
પ્યારનો પવિત્ર કળશ, જીવનને પવિત્ર કર્યાં વિના રહેતો નથી
મુક્ત કંઠે ગાશું પ્યારનાં ગાણાં, જે પ્યારમાં પ્યાર વિના બીજું કાંઈ નથી
જગમાં પ્યાર વિના પ્રભુની હસ્તી નથી, એની પ્યાર વિનાની વસતી નથી
પ્યાર ઋણી તો કરતો નથી, પ્યાર અમર કર્યાં વિના રહેતો નથી
પ્યાર કદી હારતો નથી, જગાવી પ્યાર, જીત્યા વિના રહેતો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)