ઇચ્છાઓ સતાવી રહી છે માનવને, સતાવી રહ્યો છે માનવ એમાં પ્રભુને
કરી કરી કાલાવાલા માનવ થાકે, મૌન ધરી કહે છે પ્રભુ, છોડી દે તું તો એને
કરી કરી ઇચ્છાઓ તો જીવનમાં, રહ્યો છે ગુથાયેલો માનવ તું એમાં ને એમાં
પહોંચી નથી શક્યો જ્યાં ઇચ્છાઓને, સતાવી રહ્યો છે એથી એમાં તો પ્રભુને
લાલસાઓ ને લાલસાઓ વધારી, મારી દીધો પ્રભુમિલન ઉપર મારી કુહાડો તો એણે
અટકાવી ના શક્યો એની એ લાલસાઓને, રહ્યો છે સતાવી એમાં એ તો પ્રભુને
ખુદના હાથે તો ખોદ્યા દુઃખના તો કૂવાઓ, ખુદ એમાં તો પડી ગયો છે
સહાય કાજે રહ્યો છે પ્રભુને એ પુકારી, રહ્યો છે સતાવી એમાં એ તો પ્રભુને
રહ્યો વીંટાળતો જાળ લોભની આસપાસ એની, એમાં ને એમાં બંધાતો રહ્યો છે
ખુદ છૂટી શકતો નથી તો એમાંથી, રહ્યો છે સતાવી એમાં તો એ પ્રભુને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)