મથતા ને મથતા રહ્યા છીએ અમે રે માડી, મળી નથી અમને તારી રે ભાળ
છે અને રહી છે સદાએ તું તો માડી, રહી છે સદાએ તું તો પ્રેમાળ
પાપ-પુણ્યની લઈને મૂડી આવ્યા જગમાં, છીએ અમે એમાં તો વધુ ખર્ચાળ
પ્રેમ છલકાતા હૈયામાં તારા રે માડી, રહી વરસાવતી પ્રેમ, આવ્યો ના એમાં દુકાળ
દેવા શિક્ષા કર્મોની તો જગમાં રે માડી, બને છે કદી તો તું વિકરાળ
પરિવર્તનનો નિયમ પાળવા રે માડી, રહે છે ને બને છે ત્યારે એનો તું કાળ
ખોટી પ્રવૃત્તિમાં રહ્યા પ્રવૃત્ત, રહ્યા મચાવતા જીવનમાં એમાં તો ધમાલ
કરી કોશિશો કરવા ઓછી, રહ્યા છીએ વધારતા તોય જીવનમાં જંજાળ
પ્રેમ ને ભાવોની લઈને મૂડી આવ્યા જગમાં, હતા ના એમાં તો કંગાળ
કર્મોમાં રહ્યા છે લથડી રહ્યા છે પગ અમારા, હવે સંસાર અમારો સંભાળ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)