છવાઈ ગયું જ્યાં નયનો પર, ધુમ્મસ તો કાળું, થઈ ગયું બંધ નયનોથી દેખાવું
હોવા છતાં નયનો, જ્યાં નયનોથી ના જોઈ શકાયું, હૈયાને દુઃખ એનું તો થયું
વિચારો ને વિચારોની સૃષ્ટિ, તંગ બનાવી ગઈ દિલને નયનોથી સાચું ના દેખાયું
વાદળો ને વાદળો થયાં તો જ્યાં ભેગાં, ઘોર કાળું અંધારું તો ત્યાં છવાયું
હતાં તો ત્યાં નયનો ને હતાં ત્યાં દૃશ્યો, નયનોથી ના દૃશ્યો તોય દેખાયું
પડશે રાહ જોવી નયનોએ, વીખરાય તો વાદળ ક્યારે, અને પથરાય ક્યારે અજવાળું
દેખાય છે અંધારામાં તો જગમાં, અંધારામાં તો ખાલી અંધારું ને ખાલી અંધારું
અંધારામાં છુપાયા છે કંઈક રહસ્યો, પડશે નયનોએ તો એને તો ગોતવું
સમજદારી પર તો જ્યાં વાદળાં છવાયાં, જીવનમાં ના સાચું ત્યારે સમજાયું
કૃપાનો ને શ્રદ્ધાનો દીપક જ્યાં પ્રગટયો, જીવનમાં સાચું સમજાયું, નયનોથી સાચું દેખાયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)