નથી જાણતા કર્યાં કોઈ અપરાધ, અજાણતા થયા હોય અપરાધ
જગજનની મને માફ કરો, હે જગજનની અમને માફ કરો
આવ્યા અમે આ સંસારમાં, લાવ્યા સાથે કર્મોની લંગાર
વહાવીએ અમે આંસુઓની ધાર, હે જગજનની અમને માફ કરો
ચાહીએ અમે, રહે સુખી સંસાર, ખાતા રહ્યા છીએ આળસમાં માર
ધરજો વિનંતી હૈયે હવે લગાર, હે જગજનની અમને માફ કરો
ખોલ્યાં અમારા હાથે દુઃખનાં દ્વાર, રહ્યા છીએ ખાતા કર્મોના પ્રહાર
સુધર્યા નથી જીવનમાં લગાર, હે જગજનની અમને માફ કરો
જપવું છે નામ તમારું સાંજ-સવાર, આવે છે બાધા એમાં અપાર
રાખજો ના અમને હવે નિઃસહાય, હે જગજનની અમને માફ કરો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)