અમી વરસાવતી એ આંખડી, મંદ મંદ તાજગીભર્યું મુસ્કાન
માડી તારા વિના માડી જગમાં, ના બીજું કોઈનું એ હોય
પ્રેમભર્યો એ મૃદુ સ્પર્શ, અંતરને જગાડતો એ દિવ્ય સ્પર્શ
દુઃખે દુઃખે તો મારા હૈયું તો જેનું, દ્રવી ઊઠે એવું હૈયું
મૂંઝાયા તો જ્યાં જીવનમાં, પાયા પ્રેમનાં તો પીયૂષ તેં તારા
વિચારો ને વિચારો રહે થાતા ને આવતા, વહે શક્તિ એમાં તમારી
ઇચ્છઓ ને ઇચ્છાઓ રહે થાતી રે, બાંધતી છે શક્તિ એ તારી ને તારી
દૃશ્યો ને દૃશ્યો રહે તો દેખાતાં, વહે છે એમાં શક્તિ તો તારી
ભાવો ને ભાવોમાં ભીંજવે તું જગને, ભાવ વિના સૃષ્ટિ ના હોય
આ સંસાર તાપમાં, મળે જીવનમાં તો જે શીતળ છાંયડો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)