નવું નવુંનું આકર્ષણ મનને જાગે છે, નવું કરવા નવું ગોતવા એ લાગે છે
એકની એક વાત તો માનવ, નવા નવા સ્વરૂપે સાંભળવા તૈયાર રહે છે
એકના એક પ્રભુને, નિતનવા સ્વરૂપે, નિતનવા વાઘા એને પહેરાવે છે
વિચારો રચે છે સૃષ્ટિ નવી નવી, જગમાં જ્યાં નિતનવા વિચારો આવે છે
ધરતી પણ નિતનવાં રૂપ બદલી, નિતનવું આકર્ષણ એ જમાવે છે
માનવ ખુદ નિતનવાં વસ્ત્રો પહેરી, નવું નવું રૂપ એનું દર્શાવે છે
કુદરત રોજ નિતનવી આશાનું પ્રભાત ઉગાડી, નવું પ્રભાત એ લાવે છે
એકની એક મંઝિલે પહોંચવા, માનવ નિત્ય નવા નવા માર્ગ અપનાવે છે
નિતનવા માર્ગ ને નિતનવા સબંધો, નવો ઉમંગ એ તો ફેલાવે છે
શું વિચારે, શું દૃશ્યો, માનવ તો નીત નવું નવું જોવા ચાહે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)