Hymn No. 8196 | Date: 10-Sep-1999
|
|
Text Size |
 |
 |
1999-09-10
1999-09-10
1999-09-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17183
રચાયેલી હરેક ઇમારતમાંથી કાંઈ, વફાઈની સુગંધ આવતી નથી
રચાયેલી હરેક ઇમારતમાંથી કાંઈ, વફાઈની સુગંધ આવતી નથી હરેક ઇમારત તો જગમાં, મહેનત વિના તો કાંઈ ઊભી થઈ નથી રચાયા નથી હરેક મહોબત પાછળ તાજમહલ, મહોબતમાં એમાં ઊણપ નથી હરેક વેદનામાંથી કાંઈ કવિતા વહેતી નથી, કવિતામાં વેદના ઊભરાયા વિના રહી નથી હરેક શાણપણ સફળતાને વર્યું નથી, સફળતા શાણપણ વિનાની રહી નથી ખાટામીઠા સબંધોનો છે ઇતિહાસ સાક્ષી, હરેક સબંધોના ઇતિહાસ લખાયા નથી સ્વપ્ન બધાં સુંદર હોતાં નથી, સુંદરતા વિનાનાં સ્વપ્ન અટક્યાં નથી હરેક યુદ્ધ ભીષણતા વરસાતી ગઈ, હરેક યુદ્ધમાં પ્રેમની વર્ષા વરસતી નથી મૌનના ભાવ ભલે મૌનમાં અટક્યા, મૌન સંદેશાઓ જગમાં અટક્યા નથી સુખના સામ્રજ્ય કરતાં છે દુઃખનું સામ્રાજ્ય મોટું, ખેવના એની કોઈ કરતું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rachayeli hareka imaratamanthi kami, vaphaini sugandh aavati nathi
hareka imarata to jagamam, mahenat veena to kai ubhi thai nathi
rachaya nathi hareka mahobata paachal tajamahala, mahobatamam ema unapa nathi
hareka vedanamanthi kai kavita vaheti nathi, kavitamam vedana ubharaya veena rahi nathi
hareka shanapana saphalatane vaaryu nathi, saphalata shanapana vinani rahi nathi
khatamitha sabandhono che itihasa sakshi, hareka sabandhona itihasa lakhaya nathi
svapna badham sundar hotam nathi, sundarata vinanam svapna atakyam nathi
hareka yuddha bhishanata varasati gai, hareka yuddhamam premani varsha varasati nathi
maunana bhaav bhale maunamam atakya, mauna sandeshao jag maa atakya nathi
sukh na sanrajya karatam che duhkhanum sanrajya motum, khevana eni koi kartu nathi
|
|