છે હૈયું તારું તો બેસણું પ્રભુનું, જીવનમાં આ તો તું ભૂલતો ના
આવા બેસણાની માવજત તો જીવનમાં, જીવનમાં જોજે તું અભડાવતો ના
તારા આ બેસણાને શણગારજે તું એવું, પ્રભુ એમાં આવ્યા વિના રહે ના
બની ગયા જ્યાં અંગ પ્રભુના, પ્રભુ તારા બન્યા વિના રહેશે ના
કર્યો કચરો સાફ જ્યાં હૈયામાંથી, કચરો એવો પાછો જીવનમાં ભરતો ના
સુખદુઃખના છે જગમાં એ એક જ સંગી, કરવું યાદ તો એને ભૂલતો ના
રાખવા રાજી પ્રભુને છે એ ધરમ તો તારો, જીવનમાં તો એ વીસરતો ના
સંજોગને આધીન તો છે જીવન, દિલને દર્દી એમાં તો બનાવતો ના
દિનરાત સંપર્કમાં રહીને એના જગમાં, જીવન એવું જીવવું ભૂલતો ના
સંભારીશ જ્યાં તું એને, સંભાળી લેશે એ તો તને, આ વાત ભૂલતો ના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)