કહેતું ને કહેતું રહ્યું છે હૈયું ઊર્મિઓને, કિનારા તમારા શોધી લેજો
જગાવી જગાવી ભાવો દિલમાં, મને ના એમાં તમે ઘસડતા રહેજો
જાગી જાગી તમે તો શમી જશો, મારા દિલની હાલતના વિચાર કરજો
દોડાવી દોડાવી સંગ તમારી, પાગલ મને ના તમે બનાવી દેજો
જાગી જાગી શમી જઈ મુજમાં શમી, બહાવરો એમાં મને ના બનાવી દેજો
ગણું ગણું વિધવિધ મોજાં કેટલાં, તમારા એકને તો પૂરા ખીલવા દેજો
આસાન નથી પાર પાડવા સહુને, આ વાત બરાબર તમે સમજી જાજો
મહોબતની તો રાહ છે અનેરી, ના મને એમાં તમે અટવાવી દેજો
સાધના વિના શોભશે ના સાથિયા, શોભા વિનાના સાથિયા ના પુરાવજો
જગાવી જગાવી અજંપો મુજમાં, ના હૈયામાંથી તમે ત્યારે ખસી જાજો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)