Hymn No. 8204 | Date: 14-Sep-1999
|
|
Text Size |
 |
 |
1999-09-14
1999-09-14
1999-09-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17191
નીરખી નીરખી મુખડું માડી તારું, મળી ના શાંતિ જો હૈયામાં
નીરખી નીરખી મુખડું માડી તારું, મળી ના શાંતિ જો હૈયામાં મુખડું તારું માડી એ તો જોયું ના જોયું તારા પ્રેમના સાગરમાં હૈયું જો ન ન્હાયું રે જગમાં માડી એવું જીવન જીવ્યા તોય શું ના જીવ્યા તોય શું વાંચી વાંચી શાસ્ત્રો ઘણાં વાંચ્યાં, જીવનનું સત્ય જો ના સમજાયું એવાં શાસ્ત્રો વાંચ્યાં તોય શું ના વાંચ્યાં તોય શું જપ તપ ધ્યાન કર્યાં ઘણાં, હૈયામાં પ્રભુ જો ના વસ્યા રે માડી એવાં જપ તપ ધ્યાન કર્યાં તોય શું ના કર્યાં તોય શું નજરોથી જોયું બીજું ભલે જગ સારું, જોઈ ના જગમાં તને રે માડી નજરોથી જોયું બીજું બધું તોય શું ના જોયું તોય શું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
nirakhi nirakhi mukhadu maadi tarum, mali na shanti jo haiya maa
mukhadu taaru maadi e to joyu na joyu
taara prem na sagar maa haiyu jo na nhayum re jag maa maadi
evu jivan jivya toya shu na jivya toya shu
vanchi vanchi shastro ghanam vanchyam, jivananum satya jo na samajayum
evam shastro vanchyam toya shu na vanchyam toya shu
jaap taap dhyaan karya ghanam, haiya maa prabhu jo na vasya re maadi
evam jaap taap dhyaan karya toya shu na karya toya shu
najarothi joyu biju bhale jaag sarum, joi na jag maa taane re maadi
najarothi joyu biju badhu toya shu na joyu toya shu
|
|