ગણાવું કેટલી ખામી તો મુજમાં, જ્યાં ખામીઓ તો ભરપૂર છે
ખીલવવા છે શક્તિના અંકુર જ્યાં, અહં પાનખર બની વચ્ચે આવશે
આવ્યો છે સાગરને કિનારે, માપવી ઊંડાઈ એની તો બાકી છે
દિલ દીવાનું બની ફરે છે બધે શાને, સ્થાન સાચું મેળવવું બાકી છે
ગયું છે ક્યાં ખોવાઈ દિલ, ખબર નથી, ગોતવું હજી એ બાકી છે
પ્રેમતણા સાગરમાં ન્હાવું છે મારે, પ્રેમને સમજવો હજી બાકી છે
અદ્ભૂત છે આ દુનિયા, અચરજમાંથી બહાર નીકળવું હજી બાકી છે
દેતા રહ્યા છે દાન તો પ્રભુ, એ દાનને સાર્થક કરવું હજી બાકી છે
કાઢું અંદાજ જીવનનો ક્યાંથી, જીવનને સમજવું તો હજી બાકી છે
સદા હાસ્ય કે રુદન ટકશે ના જીવનમાં, જીવનને સ્થિર કરવું બાકી છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)