Hymn No. 8218 | Date: 28-Sep-1999
|
|
Text Size |
 |
 |
ઊગે ચાંદલો તો નભમાં, રેલાય ચાંદની એની મજા એની ઓર છે નીરખું છું માડી નયનો તારાં, નીરખું પ્રેમ એમાં, મજા એની ઓર છે રહે સાગર સદા ઘૂઘવતો, ઊછળે ઉરમાં ભરતી એની, મજા એની ઓર છે રેલાય સકળ જગમાં પ્રેમનાં કિરણો માનાં, સ્પર્શે હૈયાને મારા, મજા એની ઓર છે શબ્દો રહે વહેતા મુખેથી, બદલાય જીવન એમાં કોઈના, મજા એની ઓર છે આવે સુખ જીવનમાં, રેલાય લાલિમા મુખ પર એની, મજા એની ઓર છે દુઃખ આવે જિંદગીમાં રડી ઊઠે અન્યનું હૈયું એમાં, મજા એની ઓર છે કર્તા ને કર્તા રહી માડી તું જગની, આવે જો તું મળવા, મજા એની ઓર છે આતમ દીપક ઝળહળે સહુમાં, જ્યાં જગમાં એ જોવા મળે, મજા એની ઓર છે જાણું છું માડી તું ને હું એક છીએ, જઈએ સમાઈ એકબીજામાં, મજા એની ઓર છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|