1999-09-28
1999-09-28
1999-09-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17207
આપથી એ અજાણ્યું નથી, આપથી એ અજાણ્યું નથી
આપથી એ અજાણ્યું નથી, આપથી એ અજાણ્યું નથી
અટક્યો નથી કરતા ગુનાઓ, ગુનાઓ કરતા હજી અટક્યો નથી
કરતો ને કરતો રહી વાતો ધર્મની, હૈયું ધર્મમય તો બન્યું નથી
નીકળ્યો છું શાંતિની શોધમાં, હજી હૈયું તો શાંતિ પામ્યું નથી
પોષ્યા કંઈક કુવિચારો મનમાં, હજી તોફાન એનાં અટક્યાં નથી
ઇચ્છાઓએ રચાવ્યાં કંઈક નાટકો જીવનમાં, ખેલ એના અટક્યા નથી
દિવસે દિવસે મજબૂત થાયે છે તાંતણા અહંના, ઢીલા એ પડયા નથી
બનવું હતું નિર્લેપ જીવનમાં, કુસંગનો સંગી બન્યા વિના રહ્યો નથી
વકરી છે લાલસાઓ જીવનમાં, કાબૂમાં એને રાખી શક્યો નથી
કરવું છે હૈયાને પ્રેમમાં તરબોળ, હૈયેથી વેર ને ઈર્ષ્યા અટક્યાં નથી
કર્યાં છે ગુનાઓ એટલા, કરશો માફ તમે, એ વિશ્વાસમાં વિશ્વાસ રહ્યો નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āpathī ē ajāṇyuṁ nathī, āpathī ē ajāṇyuṁ nathī
aṭakyō nathī karatā gunāō, gunāō karatā hajī aṭakyō nathī
karatō nē karatō rahī vātō dharmanī, haiyuṁ dharmamaya tō banyuṁ nathī
nīkalyō chuṁ śāṁtinī śōdhamāṁ, hajī haiyuṁ tō śāṁti pāmyuṁ nathī
pōṣyā kaṁīka kuvicārō manamāṁ, hajī tōphāna ēnāṁ aṭakyāṁ nathī
icchāōē racāvyāṁ kaṁīka nāṭakō jīvanamāṁ, khēla ēnā aṭakyā nathī
divasē divasē majabūta thāyē chē tāṁtaṇā ahaṁnā, ḍhīlā ē paḍayā nathī
banavuṁ hatuṁ nirlēpa jīvanamāṁ, kusaṁganō saṁgī banyā vinā rahyō nathī
vakarī chē lālasāō jīvanamāṁ, kābūmāṁ ēnē rākhī śakyō nathī
karavuṁ chē haiyānē prēmamāṁ tarabōla, haiyēthī vēra nē īrṣyā aṭakyāṁ nathī
karyāṁ chē gunāō ēṭalā, karaśō māpha tamē, ē viśvāsamāṁ viśvāsa rahyō nathī
|