મહોબત તો છે ખુદાઈ નૂર, ના ગુના તો એના કરજો
દઈ મહોબત, બદલામાં લો મહોબત સિલસિલો છે ચાલ્યો આવ્યો
નથી મહોબત કાંઈ એવો, મળશે બજારમાં એ વેચાતો
હશે ગુરૂર દિલમાં ફળનો, મહોબતનો છોડ નથી ત્યાં ઊગવાનો
દે છે ભુલાવી મહોબત દુઃખ દિલના, સમજીને નિત્ય આ ચાલજો
નથી મહોબતને બહાનાં ખપતાં, ચાહે છે ઝિંદા દિલનો સથવારો
હશે ઊગ્યો છોડ મહોબતનો હૈયામાં, કરી જતન પડશે જાળવવો
અદ્ભૂત છે એની દુનિયા, કહે જગ ભલે એને તો દીવાનો
ચાહે છે સહુ પહોંચવા મંઝિલે એની, પહોંચે છે એ, ચમકે જેનો સિતારો
છોડી નથી મંઝિલ અધવચ્ચે જેણે, જરૂર એ તો એ ત્યાં પહોંચવાનો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)