કહું કુદરત તને પ્રભુ કે પ્રભુ તને અગમ્ય કુદરત
ભરી છે હૈયામાં તો મારા, તારા કાજે, ભરી ભરી મહોબત
કરું જીવનમાં તારી બંદગી કે કરું રોજ તારી શરારત
કંઈ નથી જીવનમાં આંસુઓ સામે બગાવત, જોઉં તારી એમાં ઇનાયત
કરી નથી પીછેહઠ કરવામાં કર્મો, કરવી નથી એની કોઈ શિકાયત
વખાણવા જેવાં નથી કર્મો અમારાં, બન્યા નથી તોય અમે નપાવટ
હાંકી કાઢયાં નથી અવગુણોને, કરી નથી જીવનની સત્કર્મોની સજાવટ
રાખી છે જગતના જીવો સાથે, તમે તો કેવી અનોખી રખાવટ
કરી છે કર્મોની ગૂંથણી તો કેવી, કરી કર્મોની અનોખી પતાવટ
કર્યાં કર્મો જગમાં અમે તો એવાં, રાખી ના પ્રભુ દિલમાં કદી તેં નફરત
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)