ધીરે ધીરે, હસતા હસતા માડી, કસોટી અમારી તું લેતી રહી
દેતા રહ્યા કસોટી અમે, જાન અમારી એમાં તો નીકળતી રહી
શક્તિવિહોણા અમે રે માડી, અમારા અહંને શક્તિ અમે સમજી લીધી
સંતોના વચનો સાંભળ્યાં ઘણાં, દુષ્ટ બુદ્ધિ ના અમે તો ત્યજી
આકર્ષાયા જીવનની ઝાકઝમાળથી, ના વિવેકબુદ્ધિ તો અમને સૂઝી
દુઃખદર્દે નાખ્યા ધામા તો હૈયે, સ્મરણ તારું ગઈ એ વીસરાવી
ના કરવાનાં કર્મો રહ્યા કરતા, ચાલ કર્મોની તો ના સમજાણી
ફેરવી નજર ચારે દિશામાં, તેજ કિરણ પર દૃષ્ટિ ના પડી
અદ્ભુત છે જગ રચના તારી, કર્મોની અદ્ભુત જાળ બિછાવી
કરી દયા સાચવજે અમને, કરતી ના કોઈ કસોટી અમારી આકરી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)