વિચારો ને વિચારોમાં ગૂંથાઈ ગયા એવા, કરવાનું બધું એમાં ભૂલી ગયા
પ્રભુનામમાં ને નામમાં ડૂબી ગયા તો એવા, જગને એમાં અમે તો ભૂલી ગયા
પ્રભુપ્રેમના વિચારોમાં ચડી ગયા અમે એવા, જીવનનું દુઃખ એમાં તો ભૂલી ગયા
કામકાજમાં ને કામકાજમાં ગૂંથાઈ ગયા એવા, ખાવાપીવાનું એમાં તો ભૂલી ગયા
સારા વિચારોમાં ડૂબી ગયા તો એવા, જીવનનાં દુઃસ્વપ્ન એમાં તો ભૂલી ગયા
ખોટી ચિંતાઓમાં ડૂબી ગયા એવા, જીવનની રાહ અમે એમાં તો ભૂલી ગયા
જીવનમાં હાસ્યમાં ડૂબી ગયા જ્યાં એવા, દુઃખ જીવનનું તો એમાં ભૂલી ગયા
કર્તવ્ય ને કર્તવ્યમાં ડૂબી ગયા જ્યાં, એવાં કષ્ટો જીવનનાં બધાં એમાં ભૂલી ગયા
ખોટા ખયાલોમાં ડૂબી ગયા જ્યાં એવા, જીવનની રાહ અમે એમાં ભૂલી ગયા
પરિચિત જીવનમાં જ્યાં એવા બની ગયા, અલગતા અમે એમાં ભૂલી ગયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)