1999-11-22
1999-11-22
1999-11-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17253
માગવું નથી તારી પાસે રે માડી, આજે તોય માગું છું, મને માફ કરજે

દેવું હોય તો મારા શબ્દોને તો, હૃદયને ર્સ્પશે એવા સૂરો દેજે
દેજે શબ્દોમાં ભાવો એવા ભરી, ભાવભર્યાં એવા તો શબ્દો દેજે
પ્રેમ પામું અને પ્રેમ શકું પીરસી, એવા પ્રેમભર્યાં તો શબ્દો દેજે
શબ્દે શબ્દે સત્ય પ્રકટે, એવા સચ્ચાઈભર્યાં તો શબ્દો દેજે
બનું હું શબ્દનો ને શબ્દો બને મારા, એવા અર્થસભર શબ્દો દેજે
હલી જાય હૈયું મારું, હલી જાય હૈયાં અન્યનાં, શબ્દોમાં સ્પંદન એવાં દેજે
હૈયે હૈયાના અંતર ઘટે, શબ્દોમાં રે માડી, ખેંચાણ એવાં ભરી દેજે
શબ્દોની ધારા ખૂટે નહીં, ભાવ વિનાના નીકળે શબ્દો, ધારા એવી દેજે
ઘટાડી શકું તારું ને મારું અંતર, એવા શબ્દોની ધારા વહેવા દેજે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
māgavuṁ nathī tārī pāsē rē māḍī, ājē tōya māguṁ chuṁ, manē māpha karajē
dēvuṁ hōya tō mārā śabdōnē tō, hr̥dayanē rspaśē ēvā sūrō dējē
dējē śabdōmāṁ bhāvō ēvā bharī, bhāvabharyāṁ ēvā tō śabdō dējē
prēma pāmuṁ anē prēma śakuṁ pīrasī, ēvā prēmabharyāṁ tō śabdō dējē
śabdē śabdē satya prakaṭē, ēvā saccāībharyāṁ tō śabdō dējē
banuṁ huṁ śabdanō nē śabdō banē mārā, ēvā arthasabhara śabdō dējē
halī jāya haiyuṁ māruṁ, halī jāya haiyāṁ anyanāṁ, śabdōmāṁ spaṁdana ēvāṁ dējē
haiyē haiyānā aṁtara ghaṭē, śabdōmāṁ rē māḍī, khēṁcāṇa ēvāṁ bharī dējē
śabdōnī dhārā khūṭē nahīṁ, bhāva vinānā nīkalē śabdō, dhārā ēvī dējē
ghaṭāḍī śakuṁ tāruṁ nē māruṁ aṁtara, ēvā śabdōnī dhārā vahēvā dējē
|