રોકી ના શક્યો અટકાવી ના શક્યો, જીવનમાં વૃત્તિઓના ઉત્પાતને
જીવનમાં તો એમાં, હેરાન થઈ ગયો, પરેશાન તો થઈ ગયો
વિચારોના પ્રવાહને જીવનમાં, ના નાથી શક્યો ના વાળી શક્યો
ઇચ્છાઓને જીવનમાં વધારતો ગયો, ના એને રોકી શક્યો
સ્વભાવને ના કાબૂમાં રાખી શક્યો, ના એને બદલી શક્યો
વાસનાઓને જીવનમાં છૂટો દોર આપ્યો, ના સંયમમાં રાખી શક્યો
લોલુપતા ઇંદ્રિયોની વધારતો ગયો, ના સંયમમાં રાખી શક્યો
પકડી રાહ જીવનમાં ખોટી, સાચી રાહે ના ચાલ્યો ના રાહ બદલી શક્યો
જેમ ફાવે તેમ જબાન વાપરતો ગયો, ના કાબૂમાં એને રાખી શક્યો
દંભ ને દંભમાં જીવનમાં રાચી રહ્યો, ના એને ત્યજી શક્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)