`મા', મેં તને મારી ગણી, હૈયાની વાત કંઈક કરી દીધી
તું હવે મને તારો ગણી, હૈયાની વાત તું કરજે જરી
દિલની વાત દિલમાં ભરી, રાખી નથી તેને અધૂરી
તું હવે તારા હૈયાની વાત, કરજે તું `મા' ને પૂરી
તારી આંખમાં અમી ભરી, દૃષ્ટિ કરજે મુજ પર જરી
તારો-મારો સંબંધ પુરાણો, સંબંધ તરફ તું જોજે જરી
તારા-મારા અંતરને હટાવી, હટાવજે વહેલી તું જરી
વિનંતી સ્વીકારી આ મારી, વિનંતી કરી છે અશ્રુભરી
સંબંધ છે જૂનો, સાચવજે એને માડી, જોજે તું મમતાભરી
પ્રેમથી હૈયું બાળનું ભરી, દેજે આશિષ સદા પ્રેમભરી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)