1999-11-25
1999-11-25
1999-11-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17263
રોજ જુઓ એની એ જ વ્યક્તિને, રોજ જો એ નવી ને નવી લાગે

છે એ તો પૂરા પ્રેમની નિશાની, છે એ તો પૂરા પ્રેમની નિશાની
હોય ભલે વાત એની એ જ, વાતો એની એ જ રોજ નવી લાગે
નયનો જ્યાં એનું એ જ મુખડું જોતું ને જોતાં જ્યાં ના કંટાળે
એનો એ જ અવાજ કરે સ્પંદનો ઊભાં, સાંભળતા કાન ના કંટાળે
એની એ જ ચાલ, એનો એ જ વળાંક, જોતાં મનડું જો ના થાકે
એની એ જ ભીની ભીની યાદો, એ યાદમાં તો મન પરોવાયેલું રહે
એનું એ જ હસતું મુખ ને મૌનની વાતો, હૈયાને સદા ખેંચતું રહે
એનો એ જ સાથ ને સથવારો, રંગભર્યો જીવનમાં સદા લાગે
એના એ જ વસ્ત્રો, એની એ જ છટાઓ, હૈયામાં આકર્ષણ સદા જમાવે
જગ બધું અધૂરું લાગે, એક એનું અસ્તિત્વ દિલને પૂર્ણ બનાવે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rōja juō ēnī ē ja vyaktinē, rōja jō ē navī nē navī lāgē
chē ē tō pūrā prēmanī niśānī, chē ē tō pūrā prēmanī niśānī
hōya bhalē vāta ēnī ē ja, vātō ēnī ē ja rōja navī lāgē
nayanō jyāṁ ēnuṁ ē ja mukhaḍuṁ jōtuṁ nē jōtāṁ jyāṁ nā kaṁṭālē
ēnō ē ja avāja karē spaṁdanō ūbhāṁ, sāṁbhalatā kāna nā kaṁṭālē
ēnī ē ja cāla, ēnō ē ja valāṁka, jōtāṁ manaḍuṁ jō nā thākē
ēnī ē ja bhīnī bhīnī yādō, ē yādamāṁ tō mana parōvāyēluṁ rahē
ēnuṁ ē ja hasatuṁ mukha nē maunanī vātō, haiyānē sadā khēṁcatuṁ rahē
ēnō ē ja sātha nē sathavārō, raṁgabharyō jīvanamāṁ sadā lāgē
ēnā ē ja vastrō, ēnī ē ja chaṭāō, haiyāmāṁ ākarṣaṇa sadā jamāvē
jaga badhuṁ adhūruṁ lāgē, ēka ēnuṁ astitva dilanē pūrṇa banāvē
|