જોમ ને જોશ તો છે નવાં નવાં, ગીતો પણ છે તો નવાં નવાં
દઈ શકશે ક્યાંથી સાથ તને તો એમાં, તારા એ સાજ પુરાણા
તાલ ને તરાના પણ છે નવા નવા, જગાવી છે ધૂન નવી નવી
ચાહશે અને માંગશે જોશ જીવનમાં, એ તો ત્યાં નવા નવા
દર્દ હશે ભલે પુરાણાં, ગુંજી ઊઠશે સૂરો એમાં તો નવા નવા
તાલ અને તરાના હશે નવા નવા, માંગશે જોમ અને જોશ નવા નવા
વીસરાઈ જવાશે દર્દ એમાં પુરાણાં, જાગશે ઉમંગો નવા નવા
દૃશ્યો હશે ત્યાં તો નવાં નવાં, હશે દૃષ્ટિ એની ત્યાં નવી નવી
હશે જીવન જૂના ને નવાના તીર્થે નાચતું, હશે નાચ ત્યાં નવા નવા
જોમ ને જોશ દિલને દેવા, ઝીલતા રહેજો, જીવનમાં ગીતો નવાં નવાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)