ત્રાસેલા ને જીવનમાં જીવનથી હારેલા
જગમાં ક્યાં ને ક્યાં એ તો ફેંકાઈ જાશે
દુઃખમાં નિચોવાયેલા, કિસ્મતથી દાઝેલા
અંગતના હાથે માર ખાધેલા, ઇષ્યૉમાં બળેલા
શંકામાં ડૂબેલા, પ્રેમમાં તો તરછોડાયેલા
દિવાસ્વપ્નો જોનારા, વાસ્તવિકતાથી દૂર ભાગનારા
મનના નાચમાં ગૂંથાયેલા, ખોટા ભાવોમાં બંધાયેલા
અનિર્ણયોમાં રાચનારા, જવાબદારી ના અદા કરનારા
હાથ હેઠા પડેલા જીવનમાં, એમાં રાંક બનેલા
લઈ લઈ શ્વાસ જીવતા રહેનારા, જીવનસફર પૂરી આમ કરનારા
પ્રેમથી દૂર રહેનારા, જીવન શુષ્ક બનાવી ફરનારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)