આજની આજ, આજ રહેવાની નથી, આજની આજ આજ રહેવાની નથી
સમાવતો રહ્યો છે કાળ આજને, આજ ગઈ કાલ બન્યા વિના રહેવાની નથી
ઊગ્યું ભલે આજ સોનેરી પ્રભાત, છુપાવ્યું છે કફન એમાં તો ગઈ કાલનું
આજની આજ આજ રહેવાની નથી, સફર મોતની બન્યા વિના રહેવાની નથી
હરેક ઈતિહાસની તો આજથી, શરૂઆત તો થયા વિના રહેતી નથી
આજ રહી નથી કોઈના હાથમાં, આજ ઈતિહાસ લખાવ્યા વિના રહેવાની નથી
પળેપળનું કરી ધિરાણ સહુને, સહુની પાસે વસૂલ કર્યાં વિના રહી નથી
બનશે અને રહેશે આજ જેની સુંદર, ઇતિહાસ સુંદર લખાયા વિના રહેવાનો નથી
આજની આજ લખે છે સહુ આજે, કાલની પ્રતીક્ષા કર્યાં વિના રહેતા નથી
છે પ્યાર તો જેને આજથી, કાલને પ્યાર કર્યાં વિના એ રહેવાનો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)