સંજોગ તું સાથ દે કે ના દે, દુઃખ હૈયામાં નથી
દુઃખ નાખી દેશે ધામા જો દિલમાં, એના જેવું દુઃખ બીજું નથી
મળે કે ના મળે સફળતા જીવનમાં, દુઃખ હૈયામાં એનું નથી
ઘેરી વળે નિરાશા જો હૈયામાં, એના જેવું દુઃખ બીજું નથી
સમજાય ના સમજાય જો જીવનમાં, દુઃખ હૈયામાં એનું નથી
સમજ્યા જેવું રહી જાય જો જીવનમાં, એના જેવું દુઃખ બીજું નથી
પ્રેમ મળે ના મળે જો જીવનમાં, દુઃખ હૈયામાં એનું નથી
પ્રેમનું પ્યાસું રહી જાય હૈયું જીવનમાં, એના જેવું દુઃખ બીજું નથી
સાથ મળે ના મળે બીજા જીવનમાં, દુઃખ હૈયામાં એનું નથી
અંગત સાથ છોડે જો જીવનમાં, એના જેવું દુઃખ બીજું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)