મનગમતા મનનાં નર્તનોમાં જીવનમાં તો તારા
પ્રભુજી નથી કાંઈ તો તારી સાથમાં
ભાવવિહીન તારી વાણીના વિલાસમાં તો તારા
અંગત સ્વાર્થના ખાબોચિયામાં તો તારા
ખોટા અહંભર્યાં તારા હૈયાના તો ખેલમાં
શંકાના દરિયા ભર્યાં છે હૈયામાં, હરેક શંકામાં તારી
રચ્યોપચ્યો રહ્યો સ્વાર્થમાં, તારા હરેક સ્વાર્થમાં
છે ફરિયાદોની લંગાર હૈયામાં, તારી હરેક ફરિયાદમાં
સત્ય-અસત્યની દ્વિધા છે હૈયામાં, તારી હરેક દ્વિધામાં
ભૂલો ને ભૂલો રહે છે કરતો જીવનમાં, તારી હરેક ભૂલોમાં
કર્મો ને કર્મો રહે છે કરતો જીવનમાં, તારા હરેક કર્મોમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)