કહે છે જેને તું એ ચૂપ રહે છે, પણ એ ચૂપ રહેતો નથી
દે છે જવાબ એનો તો એ અંતરમાં, કેમ એને તું સાંભળતો નથી
સવાલી બનીને ઊભો ને ઊભો રહે છે તું, લાગે જાણે એ જવાબી નથી
અટકી નથી ધારા સવાલોની, ઊતરી અંતરમાં તું સાંભળતો નથી
પૂછી સવાલો જાય છે તું ભૂલી, દઈ પ્રેરણા જવાબ દીધા વિના રહેતો નથી
અનેક મૂળો તો છે એના ને એના, દેશે કયા મુખેથી એ કહેતો નથી
અન્ય મુખેથી કદી દઈ પ્રેરણા, કદી સમજમાં વસી જવાબ દીધા વિના રહેતો નથી
કરી સંજોગો ઊભા, દે જવાબ એમાં રીત એની જલદી સમજાતી નથી
છે રસ્તા અનેક પાસે એની, દેશે કયા રસ્તે કોઈને એવો એ કહેતો નથી
બન્યો તું સવાલોનો સાગર, છે એ જવાબોનો સાગર, સમાયા વિના અટકતા નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)