અંતરથી અવાજ એવો ઉઠાવીને, આજ પ્રીત અમર કરી લો
અનેક સૂના સૂના હૈયામાં, ગીત પ્રેમના ગુંજન આજ કરાવી દો
શક્તિ નથી પાસે છે પ્રેમભરી આંખ પ્રભુની તો આંખ સામે
એનાં ગુણગાનમાં, એવા ભાવ ભરીને, આજ પ્રીત અમર કરી લો
શ્વાસ નથી કાંઈ જુદા, નામ પ્રભુનાં સદા એમાં તો જોડી દો
હસતા હસતા પ્રભુ, નીરખે છે દિલ તારું, નજરમાં પ્રભુને વસાવી દો
નખશિખ બનજે પ્રભુનો, બનશે પ્રભુ તારા, પ્રભુ સંગ પ્રીત કરી લે
ક્યાંથી કરશે દિલ દાવા, પ્રભુજી નથી આવ્યા બદલી આ તો લાવે
દૂર છે કે પાસે, મૂકી દો ઝંઝટ આજે, મનને સ્મરણમાં જોડી દો
દર્દે દર્દે બની દીવાના, પ્રભુને બનાવો ના દીવાના, પ્રેમમાં દીવાના બનાવી દો
હરેક વાતમાં દિલ પાસે દોડયા, પ્રભુને ના કેમ જોવા, દિલને તૈયાર કરી દો
બાંધ્યો છે જ્યાં નાતો, હવે એને નિભાવો, જીવનમાં પ્રીતને બોલવા દો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)