તારા પ્રેમનું એ તરસ્યું ને તરસ્યું, બની ગયું જીવન વિનાનું ખોળિયું
ચાતક સમ જોઈ રહ્યું છે રાહ દર્શનની, બની ગયું છે દર્શનનું પ્યાસું
ભૂલી ગયું છે તારીખ ને તિથિ, બન્યું જ્યાં આતુર જોવા તમારું મુખડું
ભૂલતો ને ભૂલતો ગયો ઘણું, ભૂલી ના શક્યો અસ્તિત્વ એ ખુદનું
એ અસ્તિત્વમાં સમજ્યો, છે એક જ અસ્તિત્વ જગમાં છે એ તો પ્રભુનું
ઘટનાઓ ઘટતી રહે છે જીવનમાં, સમજાવે છે અસ્તિત્વ તો એ પ્રભુનું
શુ જનમ કે શું મરણ છુપાયેલું છે તો, એમાં રહસ્ય તો પ્રભુનું
શું દૃશ્ય કે શું અદૃશ્ય, ચાલુ ને ચાલુ છે વિશ્વમાં ચક્ર તો પ્રભુનું
શું હારમાં કે શું જીતમાં, સહુના જીવનમાં, સમજાય છે મહત્ત્વ પ્રભનું
શું નજદીક કે શું દૂર, છે અસ્તિત્વ પ્રભુનું બધામાં તો સંકળાયેલું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)