એક દિવસ એવો આવશે ને આવશે, એક દિવસ એવો તો આવશે
ઇચ્છાઓ જીવનની બધી તારી, જાશે ઇચ્છાઓ પ્રભુની તો બની
રહેશે ના કોઈ ઇચ્છા પાસે બાકી, જાશે જ્યાં બધી ઇચ્છાઓ પ્રભુની બની
જાગશે જે જે ઇચ્છાઓ, હશે બધી એ પ્રભુની, કરશે પ્રભુ એને પૂરી
દેશે ભાવો પ્રભુના જ્યાં પૂરા ભરી, થઈ જાશે શરૂ મુક્તિની મુસાફરી
વિચારો ને વિચારો આવશે ને જાગશે મનમાં, દેજે પ્રભુના વિચારો ભરી
છવાઈ જાશે જ્યાં વિચારોમાં પ્રભુ, બની જાશે વિચારો મૂકિતની સીડી
છવાઈ જાશે પ્રભુ વિચારો, ભાવો ને ઇચ્છાઓમાં જાશે એ એના બની
જાશે જ્યાં આ ત્રણે પ્રભુના બની, જાશે જીવન એનું તો પ્રભુનું બની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)