તું કઠોર નથી તું નઠોર નથી, એવા બનવાની કોઈ જરૂર નથી
સંજોગોએ બનાવ્યો કઠોર કે નઠોર તને, સંજોગોમાં તણાવાની જરૂર નથી
પ્રેમ વિના નથી ખાલી હૈયું તારું, એને ખાલી રાખવાની જરૂર નથી
સારું ખોટું છે બંને જગમાં, હૈયામાં ખોટું ભરવાની તો જરૂર નથી
ધાર્યું થાતું નથી બધું જગમાં કોઈનું, એમાં ઉદાસ રહેવાની જરૂર નથી
સદ્ગુણોને બનાવજે સંપત્તિ તું જગમાં, કંગાળ એમાં રહેવાની જરૂર નથી
જરૂરિયાતે સંબંધો બંધાતા રહ્યા જીવનમાં, રચ્યા-પચ્યા રહેવાની જરૂર નથી
હળીમળી રહેવું છે સહુ સાથે જીવનમાં, સંબંધો બગાડવાની જરૂર નથી
ખતા ખાધી જ્યાં જીવનમાં, કઠોર કે નઠોર એમાં બનવાની જરૂર નથી
દિલ તો છે કુમળું કુમળું, એને કઠોર કે નઠોર બનાવવાની જરૂર નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)