દુઃખને કોઈ પાંખ નથી, નથી ઊડીને આવ્યું, નથી ઊડીને જવાનું
તારા આમંત્રણથી તો છે એ આવ્યું, સમજદારીથી તો એ તો જવાનું
ઇચ્છાઓના આક્રમણમાં જે નમ્યું, દુઃખ ત્યાં દોડી દોડી આવવાનું
બાંધ્યો ના બંધ ઇચ્છાઓ પર, જીવનમાં દ્વાર દુઃખનું ત્યાં ખુલવાનું
સમજદારીને નેવે મૂકી જેણે જીવનમાં, રાહ દુઃખ તો ત્યાં નથી જોવાનું
કલહ ને કંકાસથી ભર્યાં હૈયાં જેણે, જીવનમાં એ દુઃખી ને દુઃખી રહેવાનું
વાસનાઓ ને વાસનાઓ રહી ઊછળતી હૈયા, જીવનમાં એ દુઃખી ને દુઃખી થવાનું
વેરની વૃદ્ધિને ઈર્ષ્યાની જલન જો રહેશે વધતી, દુઃખી ને દુઃખી એ થાવનું
હસતા ને હસતા ભૂલ્યું રહેવાનું તો જે જીવનમાં, દુઃખી એ તો રહેવાનું
અંતરના આનંદને પામ્યો ના તો જે જીવનમાં, દુઃખી ને દુઃખી એ રહેવાનું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)