જાગ્યો રે જ્યાં મારો રે આતમા, નજર નજરમાં દેખાયા પરમાત્મા
રોમેરોમમાંથી ઊઠયાં, મોજાંઓ ને મોજાંઓ તો આનંદનાં
દસે દિશાઓમાંથી ઊઠયા ને રહ્યા ઊઠતા, તેજના તો ફુવારા
અંદર ને બહાર, રહ્યા ઊઠતાં ને ઊઠતાં, મોજાંઓ તો પ્રેમનાં
પ્રેમ ને આનંદનાં, જગનાં બધાં રે બંધન, એમાં ત્યાં તો છૂટયા
તનના, મનના ને જગના ભાવોનાં રે બંધન ત્યાં તો તૂટયા
વિચારોનાં વમળો ના હતાં, વિચારોની ઉપર વિચારો તરતા હતા
અસ્તિત્વ વિનાના અસ્તિત્વ ત્યાં તો સ્વયં ઉદ્ભવ્યાં
ભુલાતું ગયું ત્યાં જગ એમાં, પ્રેમના ફુવારા ફૂટતા રહ્યા
આ ફુવારાના મારા ચાલ્યા એવા, અહંનાં બિંદુ એમાં ઓગળી ગયાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)