નામ નામ રે નામ, હરેક આકારને તો છે એનાં જુદાં જુદાં નામ
હરેક નામમાં છુપાયો છે મારો પ્રભુ, હરેક નામને તો છે મારા પ્રણામ
કાર્યે કાર્યે દેતા રહ્યા છીએ પ્રભુને નામ, બન્યા પ્રભુ અનેકધારી નામ
કર્યાં ભક્તોનાં અનેક કામ, કાર્યે કાર્યે પડયાં પ્રભુનાં જુદાં જુદાં નામ
દુઃખદર્દના દાવા ટકવાના નથી, બને તો પ્રભુ જ્યાં પુરણ કામ
હૈયે હૈયામાં જ્યાં વ્યાપ્યા, બન્યાં હૈયાં સહુનાં ત્યાં તો એના ધામ
હરેક નામ છે ઓળખાણ એના કામની, નામે નામે યાદ આવે એનાં કામ
ગુણે ગુણે તો નામ ધારણ કર્યાં, ધર્યાં એમાં એણે વિવિધ નામ
પાપીઓને પણ તાર્યા તમે તો પ્રભુ, લીધું જ્યાં તમારું પાવન નામ
ભાવોનાં બંધનોમાં બંધાયા ને બાંધ્યા જગને, લેતા રહ્યા તમારું નામ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)