મહેનત ને મહેનત રહી છે માગી, જીવનમાં તકદીર તો જેની
કહી રહી છે એ તો ત્યારે, જીવનમાં ચૂકશો ના પૂરુષાર્થની કેડી
ચૂકશો જીવનમાં જો એ કેડી, દેશે એ ઊંડી ખીણમાં તો ફેંકી
વધારી વધારી ઇચ્છાઓ હૈયામાં, દેવી પડે છે તકદીર પર શાને છોડી
તરછોડાયેલી આવી ઇચ્છાઓ, થાશે ના જીવનમાં એ તો પૂરી
પૂરુષાર્થના બળ વિનાની, રહેશે જીવનમાં ઇચ્છા બધી અધૂરી
ઇચ્છાઓ ને આળસને બન્યું જો ઝાઝું, સ્વપ્ન દેશે એ તો રચાવી
શ્રદ્ધા ને તકદીર વિનાની, જાશે જગમાં મહેનત તો નકામી
શ્રદ્ધા સાથેની મહેનત, દેશે જીવનમાં તો કંઈકની તકદીર બદલી
મહેનતને શ્રદ્ધા બનાવી દેશે, તકદીરને જીવનમાં ઊજળી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)